MH 370 -31

  • 102
  • 1

31. અન્ય યાત્રીઓ સાથે મિલાપઅમે હવે એક દલદલ, મેનગૃવ પાસે આવી પહોંચ્યાં જ્યાં કાદવમાં ઊગતું જંગલ હોય.  હું હવે ઊભો થઈ ગયો અને ફરીથી નર્સને મારા બે હાથોમાં ઊંચકી લીધી. એણે મારી ડોક પાછળ હાથ રાખ્યા અને એ ઝાડ એણે પાછળ પકડી રાખ્યું. તેની હજી ઓથ લઈ હું આગળ વધ્યો. સાવ ધીમે ધીમે અને એક જ  ઝાડ પર  બન્નેએ બેસી  ધક્કા મારતાં  એને દરિયામાં ઝુકાવ્યું. ઝાડનાં થડ પર સૂઈ એને દરિયામાં ધકેલતાં દૂર કરી વસાહતની દરિયામાં ખાંચ દેખાઈ એ તરફ વહેતાં ગયાં.અમારી વસાહતમાં સ્ત્રીઓ માટે તાડના પાનની આડશો કરેલી એ દેખાઈ. મેં અને ચીની સૈનિકે કરેલ વાડ જેવાં થડ દેખાયાં.