અસ્તિત્વ - 6

આસ્થા માટેની બધી જ જરૂરી વાત ર્ડો. સુમને અનુરાધાને જણાવી હતી. આસ્થાને દાઝી જવાથી ચહેરા પર ઇન્ફેકશન થયું એ કન્ટ્રોલમાં આવતું ન હોવાથી એને પ્લાસ્ટિક સર્જરીથી જ અંકુશમાં લેવું જરૂરી હતું. આસ્થાને પ્લાસ્ટિક સર્જરી ર્ડો. દિનેશ કરવાના હતા. આસ્થાને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. અનુરાધા ઓપરેશન થિયેટરની બહાર બેઠી ખુબ ચિંતિત હતી. આસ્થાનો ચહેરો બદલાઈ જશે એનું દુઃખ એને ખુબ થઈ રહ્યું હતું. દરેક સ્ત્રીને પોતાના ચહેરાનું એક અલગ મહત્વ હોય છે, એ અજાણતા જ આસ્થાથી છીનવાય જવાનો રંજ અનુરાધાને થઈ રહ્યો હતો. અનુરાધા બધું જ  કુદરત પર છોડીને અત્યારે પોતાના કર્મને પ્રાધાન્ય આપી આગળ વધી રહ્યા હતા.આસ્થાને પ્લાસ્ટિક સર્જરી