અંબા મોજ અને લાડુ ની શરત - પ્રકરણ 8

  • 40

પ્રકરણ ૮: ‘ફૂડ કોમા’ સામે જંગ અને ૪૯ સુધીની યાતનારાત અને દિવસના સંધિકાળ જેવો સમય હતો - મધરાત. પણ છગન માટે આ જીવન અને મૃત્યુ વચ્ચેનો સંધિકાળ હતો. તેનું મગજ સ્વીચ-ઓફ થઈ રહ્યું હતું. શરીરનું બધું જ લોહી પેટ તરફ ધસી ગયું હતું, જેથી મગજને ઓક્સિજન મળતો નહોતો. તેને ચક્કર આવતા હતા અને આંખો પરાણે બીડાઈ જતી હતી. બટુક મહારાજનો હુકમ છૂટ્યો, “મગનિયા! ઠંડુ પાણી!” મગનિયાએ એક લોટો ભરીને ઠંડુ પાણી સીધું છગનના મોઢા પર છાંટ્યું. “ભૂસ...!” છગન એક ઝાટકા સાથે જાગી ગયો. પાણીના ટીપાં તેની મૂછો પરથી ટપકતા હતા. તે હાંફતો હતો. “હું ક્યાં છું? શું થયું? મેં ખાઈ