મારી કવિતા ની સફર - 7

મિત્રતા એ જીવનનો સૌથી રંગીન અધ્યાય છે—ક્યારેક હાસ્યના રંગે, તો ક્યારેક સ્મૃતિઓના સુગંધથી મહેકતો. મારા જીવનમાં પણ એવા અમૂલ્ય મિત્રો છે, જેઓની સાથેનું દરેક પળ એક નવી વાર્તા રચે છે. તેમની અનોખી શૈલી, પ્રેમાળ સ્વભાવ અને નિખાલસ જોડાણને શબ્દોમાં પિરોવાનો હું એક નાનકડો પ્રયાસ કર્યો છે. આ કવિતા એ જ મિત્રોને સમર્પિત છે—જેઓ મારા જીવનને વધુ સુંદર, હળવું અને ઉજ્જવળ બનાવે છે.મિત્રોની મહેક નયન શાહ, સુંદર ટીચરના રંગમાં રાચે,આજીવન વિદ્યાર્થી, જ્ઞાનના સંગમાં નાચે.કવિતા ને પ્યારું સાહિત્ય, સંગીતની ધૂન,મનના તારોમાં રમે, સપનાંનું આભૂષણ.નિલેશ ને ગમે પડોશણની મીઠી વાતો,હસી-મજાકમાં ખીલે, દોસ્તીના નાતો.લીનાભાભીની રસોઈ, સ્વાદનો ખજાનો,મિત્રોના હૈયે બાંધે, પ્રેમનો પરવાનો.સોનલનો હુકમ ચાલે, પતિ