પ્રકરણ - 5: એક સવાલ અને નવા સંઘર્ષની શરૂઆત નિધિના સવાલે લિવિંગ રૂમમાં કોફીની સુગંધ વચ્ચે એક અણધાર્યો વિસ્ફોટ કર્યો હતો. યશના મગજમાં વિચારોનું ગુંજન શરૂ થયું. તે માત્ર એક એન્જિનિયર નહોતો, તે એક સર્જનહાર હતો. આટલાં વર્ષો સુધી તેણે જે કર્યું હતું, તે માત્ર બીજા કોઈના સ્વપ્નના નકશા પર સિમેન્ટ અને સ્ટીલ ભરવાનું કામ હતું. જિંદગીમાં નોકરીમાં આવી પડેલી અચાનક રુકાવટે પહેલાં તેના જીવનનો પાયો હચમચાવી નાખ્યો, પણ પછી મજબૂત ઇરાદા અને દૃઢ ઇચ્છાશક્તિને લીધે આવેલા તોફાન અને ભૂકંપ સામે તેનો પાયો હચમચી ગયા બાદ પણ, ધીમે ધીમે તેની ઉપરની ઇમારતને મજબૂતી પ્રદાન કરવામાં તે સફળ રહ્યો. પણ અત્યારે