પુસ્તકનું રહસ્ય - ભાગ 4

 પુસ્તકનું રહસ્ય પ્રકરણ ૪: તર્કનો અંત અને રહસ્યનું ગૂંથણકૌશલની વાત સાંભળીને આરવનું મગજ ધમધમવા લાગ્યું. તે ખુરશી પર જડવત્ બેસી રહ્યો. કૌશલ, તેના બાળપણનો મિત્ર, જેની વાત પર તે આંખ બંધ કરીને વિશ્વાસ કરતો, તે આજે તેને સદંતર ખોટો સાબિત કરી રહ્યો હતો. લાયબ્રેરી નો જૂનો વિભાગ. હવે અહીં સાંજનો ધૂંધળો પ્રકાશ છવાઈ ગયો હતો. બહારની બારીઓમાંથી આછો નારંગી રંગનો પ્રકાશ અંદર આવતો હતો, જેણે પુસ્તકોની જૂની છાજલીઓના લાકડાને વધુ ઘેરો રંગ આપ્યો હતો. હવામાં રહેલી ધૂળના કણો પ્રકાશના કિરણોમાં ચમકી રહ્યા હતા, અને આખા વાતાવરણમાં એક વિચિત્ર, અવાસ્તવિક શાંતિ છવાયેલી હતી. જે કોઈ અજાણી ઘટના બનવાની છે તેવું જણાવતી હતી. આરવના