બીજા દિવસે બુધવારના સૂર્યોદય સાથે જ આશ્રમમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ. તો બીજી તરફ, ભીલ પ્રજાના સરદાર સુમાલીને આ ત્રણ શિષ્યોના આશ્રમમાં આગમનની ખબર મળી ગઈ. પેલાં સંદેશ વાહક ભીલ દ્વારા તેના કાનમાં વાત પહોંચી કે- "ઋષિ મુરુગને ગઈકાલે પોતાના ત્રણ ખાસ શિષ્યોને કોઈ અનુષ્ઠાન માટે આશ્રમે બોલાવ્યા છે..!""એમ? તો તો નક્કી એ જ અનુષ્ઠાન શરૂ થવાનું છે, જે આપણી આજીવિકા પર તરાપ મારશે." -સુમાલીને તરત જ અનુષ્ઠાનની શરૂઆત થવાની ગંધ આવી ગઈ, કારણ ગુરુજી અનેકવાર તેની સમક્ષ આનો ઉલ્લેખ કરતાં, અને દર વખતે પોતે તેનો ઉગ્ર વિરોધ જ કરતો હતો.તાત્કાલિક એ જ દિવસે તેણે પોતાની ભીલ પ્રજાને એક સ્થળે એકઠી