ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 57શિર્ષક:- શ્રી હરિરામ શુકલલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 57. "શ્રી હરિરામ શુક્લ"કાશી એટલે પંડિતોની નગરી. ભારતના અનેક ભાગોમાંથી આવીને વિદ્વાન કુટુંબો અહીં વસેલાં. આ કુટુંબો વંશપરંપરાથી ખાસ ખાસ વિષયોનું પાંડિત્ય ધરાવતાં હોય છે. બહુ ઓછા પગારમાં તથા ઓછી જીવનજરૂરિયાતોથી આ વિદ્વાનો વિદ્યાવ્યવસાય કરતા રહે છે. તેમનો જીવનસ્તર ઘણો સસ્તો હોવાથી, સ્વચ્છતા તથા બાહ્ય વ્યક્તિત્વ ઉપર પણ તેની સ્પષ્ટ અસર જોઈ શકાય છે. બહુ થોડી દક્ષિણા (બે-પાંચ રૂપિયા) આપીને વિદ્વાનોને રાજી કરી શકાય છે, તથા જગદ્ગુરુ”, “ધર્મમાર્તંડ” વગેરે પ્રકારની ઉપાધિઓ મેળવી શકાય છે. સંસ્કૃત તથા શાસ્ત્રો ભણવાથી માણસ