મમ્મી લગ્ન કરીને આવ્યા ત્યારે કાકા સાથે બધા સંયુક્ત કુટુંબ તરીકે રહેતા હતા. પણ તમારા બા બાપા એટલે કે પપ્પાના પપ્પા અને પપ્પાના સાવકા મમ્મી શહેરમાં રહેતા હતા. પપ્પા ગામ કાકા સાથે રહેતા હતા. એટલે મમ્મી પણ લગ્ન કરીને ગામ આવ્યા. કાકા એ પપ્પાને ઘરના સભ્ય તરીકે નહીં પણ નોકરની જેમ રાખ્યા હતા એટલે મમ્મી પાસે પણ ઘરના કામવાળાની જેમ જ કામ કરાવતા. એ જમાનામાં તો કપડા વાસણ ધોવા માટે પણ તળાવે જવું પડતું. અને એ કામ મમ્મી એ કરવાનું હતું. એકલા હાથે. કાકી હતા, કાકી ની બે છોકરીઓ હતી પણ મમ્મીના કહેવા મુજબ મમ્મી ને કોઈ મદદ કરાવતું ન