કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 3.

  • 88

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફર ખંડ – ૧ પ્રકરણ ૩: માયાજાળ સોમવારનો યાંત્રિક સૂર્યોદયરવિવારની રાત હંમેશા એક મખમલી છેતરપિંડી જેવી હોય છે. એ તમને આરામનો, શાંતિનો અને પોતાની જાત સાથે હોવાનો એક ભ્રમ આપે છે, પણ એ ભ્રમની બરાબર પાછળ સોમવાર નામનો રાક્ષસ મોઢું ફાડીને ઊભો હોય છે. તાપી કિનારે મિત્રો સાથે વિતાવેલી સાંજ, લોચાની લિજ્જત અને એ હળવાશ—આ બધું હવે જાણે કોઈ ગત જન્મની સ્મૃતિ હોય તેમ ભાસતું હતું.મારા બેડરૂમની બારીમાંથી આવતા સવારના આછા પ્રકાશમાં ધૂળના રજકણો તરી રહ્યા હતા. મોબાઈલના એલાર્મે તેની કર્કશ ફરજ બજાવી. સવારના ૬:૦૦. આ માત્ર સમય નહોતો, આ એક સાયરન હતું—મારી રોબોટિક જિંદગીની ફેક્ટરી ચાલુ થવાનું