આજનો વિષય સ - રસ રમુજ. આમ, તો રમુજ એ લખવા માટે મને અઘરું પડે કારણ મારો સ્વભાવ થોડો નહિ પણ ધણો ગંભીરતા વાળો પણ છતાં રમુજ લખી શકવાની ચેલેન્જ લીધી.કોઈ સામે બેસે અને જોક્સ કે રમુજ કરવી સરળ રહે કારણ તમે સામે વાળાના હાવભાવ જોઈ શકો, અનુભવી શકો. પણ અહીં તો માત્ર કલ્પના જ દોડાવી લખવાનું હોય તો પછી કલ્પના બેનની કલમ ને દોડાવી. થોડીવારમાં તો ઘરમાંથી કઈક બહાર દોડતું ગયુ હોય એવું લાગ્યું.થોડીવાર રહી ઘરમાં જોયું તો મારા સાસુ ગાયબ હતા. હું તો હાંફડી ફાફડી થતી એને શોધવા નીકળી ત્યાં તો ઓલા બધા માતાજી કેમ કોઈક ને કોઈક વાહન પર