જીવનનું કોઇ અટલ સત્ય હોય તો તે છે મોત.આ અટલ સત્ય હોવા છતાં માનવજાતને હંમેશા અમરત્વની શોધ રહી છે અને લોકો એ રીત શોધતા રહે છે જેનાથી મોતને માત આપી શકાય પણ કોઇ તેનાથી બચી શક્યું નથી.જન્મ લેનારને મોત આવવાની જ છે તે સત્યને જાણવા છતાં કેટલાક લોકોએ ક્યારેક વિજ્ઞાનનો આશરો લઇને તો ક્યારેક કોઇ પદાર્થનો આશરો લઇને અમરત્વ પ્રાપ્ત કરવાનાં પ્રયાસો કર્યા હતા જો કે તેમનાં પ્રયાસો સફળ થયાં નથી.ચીનનાં પ્રાચીન રાજવીઓને અમરત્વ પ્રાપ્ત કરવાની ઘેલછા હતી અને તે પોતાનું યૌવન જાળવી રાખવાનાં સતત પ્રયાસો કરતા હતા.ચીનનાં પ્રથમ સમ્રાટ શીન ચી હુઆંગ માનતા હતા કે પારા મિશ્રિત દ્રાવણ વડે