કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 2

  • 92

પ્રકરણ : 2 પડઘો       સુરતની રાતો ક્યારેય સંપૂર્ણપણે સૂતી નથી, પણ શનિવારની આ રાત કઈંક અલગ જ હતી. શહેરના રસ્તાઓ પરથી વાહનોની અવરજવર હવે ધીમી પડી ગઈ હતી, સ્ટ્રીટ લાઈટોના પીળા થાંભલાઓ જાણે દિવસભરના થાક પછી માથું ઢાળી બેઠા હોય તેમ લાગતું હતું. મિત્રો સાથેની મહેફિલ પૂરી કરીને હું જ્યારે છૂટો પડ્યો, ત્યારે ઘડિયાળના કાંટા બારને વટાવી ચૂક્યા હતા. ગાડીના ટાયર ડામરના રસ્તા પર 'ઘરરર...' કરતા સરકતા હતા, પણ એ અવાજ મારા મનમાં ચાલતા વિચારોના વાવાઝોડાને દબાવી શકતો નહોતો.    સામાન્ય રીતે મિત્રોને મળ્યા પછી મન હળવું થઈ જતું હોય છે, એક તાજગી મળતી હોય છે. પણ આજે... આજે