UNFINISHED WORDS રજત અને તાન્યા—બન્ને કોલેજકાળથી જ એકબીજાના અત્યંત ગાઢ મિત્ર. તેમનાં સ્વભાવમાં ઘણો ફરક હોવા છતાં, તેમની મિત્રતા એવી મજબૂત કે જાણે જીવનનું એક અવિભાજ્ય અંગ. રજત હંમેશા દરેક વાત સ્પષ્ટ કહેતો, દિલમાં કંઈપણ રાખતો નહિ. જયારે તાન્યા થોડું શાંત સ્વભાવની, થોડી વ્યસ્ત રહેતી અને ઘણી વાર ચેટ કે કોલ નો જવાબ આપવાનું ભૂલી જતી અથવા અવગણતી. છતાંપણ, બન્ને વચ્ચે વિશ્વાસ, સન્માન અને નિર્ભય વાતચીત ક્યારેય ઓછી પડતી નહોતી. દિવસે રોજ તેઓ એકબીજાને જીવનની નાની-મોટી વાતો કહેતા, ઓફિસની વાતો હોય કે ઘરનો માહોલ, આનંદ કે તકલીફ, દરેક વાત શેર કરતા. રજત માટે તાન્યા માત્ર મિત્ર ન હતી; તેને લાગતું