સંસ્મરણોની સફર

વર્ષ હતું 1991-92. આ બે વર્ષ ગુજરાત માટે એક ભયાવહ સમયગાળો બનીને આવ્યા હતા – ભયંકર દુષ્કાળ. સમગ્ર ગુજરાતમાં પાણી અને ઘાસચારાની અછત હતી, પરંતુ તેની સૌથી વધુ અને કાળી અસર કચ્છ પ્રદેશ પર પડી હતી. ધરતીકંપ પહેલાંનું કચ્છ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નભતું હતું, અને જ્યારે આ બંને આધારસ્તંભ તૂટ્યા, ત્યારે જીવન નિર્વાહ માટે લોકોએ પોતાના વતનને છોડવું પડ્યું. એવા જ સમયે, કચ્છના અબડાસા વિસ્તારમાં આવેલા વીંઝાણ ગામથી એક માલધારી પરિવાર, મનોરજી વેલાજી જાડેજા, તેમનું વહાલામાં વહાલું ગૌધણ લઈને દુષ્કાળ ઉતારવા માટે સ્થળાંતર કરીને મારા મોસાળના ગામ ચમારડી આવી પહોંચ્યા. ચમારડી ડુંગરાળ વિસ્તાર અને વિપુલ પ્રમાણમાં મળી રહેતા