અસ્તિત્વ - 5

ર્ડો. સુમન અને અનુરાધા બંને જમ્યા બાદ છુટા પડ્યા હતા. ર્ડો. સુમન એમના ઘરે ગયા અને અનુરાધા ICU રૂમની બહાર બાંકડા પર બેઠા હતા. તેઓ હવે એકલા પડ્યા હતા, આથી અનેક વિચારોને વશ થઈ રહ્યા હતા. આસ્થા માટે ઉદ્દભવતી લાગણી મનને બેચેન કરી રહી હતી અને ગિરિધર માટે તડપતું એનું હૈયું ખુબ વ્યાકુળ હતું. છતાં દરેક વ્યથાને એક તરફ રાખી પ્રભુ પ્રાર્થનામાં ખુદને જોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. થાક અને આખી રાતનાં ઉજાગરાના લીધે એમનું મન પ્રભુમાં એકચિત્ત થયું અને એમને સહેજ એક જોકું આવી ગયું."અરે અનુરાધા! તું લાલ સાડીમાં ખુબ સુંદર લાગે છે. મારી આંખ ફક્ત તારી પર જ