નિલક્રિષ્ના - ભાગ 29

  • 208
  • 56

આ કબીલાના લોકોને એનાં પર શક ન જાય અને એની સાથે જવાની 'હા' પાડી દયે, એટલે જ એ બંનેએ કેળનાં પાનથી પોશાક બનાવી આદિવાસીનો વેશ ધારણ કરી લીધો‌ હતો. ત્યાં જંગલમાં પડેલા કાળા કોલસાનો ભૂકો કરી એ બન્નેએ પોતાનાં આખાં શરીરને શ્યામ રંગી નાખ્યું હતું. આ પહેરવેશ અને રંગ જોઈ કોઈ પણ ન કહી શકે કે, આ એનાં જુથનાં આદિવાસી નથી. દેખાવે બન્ને દરિયાઈ કબીલામાં વસતાં માણસો જેવા લાગતા હતા. તેથી આગળ હાલતાં કબીલાના સરદારે એને સાથે હાલવાની મંજુરી આપતા કહ્યું," ભલે હાલો ને બાપલા!"એ બાર વ્હીલ વાળી ગાડીની આસપાસ એનાં સિવાય બીજા કોઈ પણ સભ્યને જવા દેવાનાં ન હતાં.