નિલક્રિષ્ના - ભાગ 28

નિલક્રિષ્ના:  "કાલે સાંજે આપણે છુટાં પડ્યાં પછી મેં મારી ઝુંપડીમાં બાબા આર્દ પાસે પૃથ્વી વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એનાં આ અભ્યાસમાં હું પુર્ણ રીતે જાણકારી મેળવી રહી હતી. બાબા આર્દે કાલની આખી રાતમાં પૃથ્વીનાં મનુષ્યો વિશેની જરૂરી જાણકારી મને આપી દીધી હતી. "અવનિલ: "શું તારાં દિમાગમાં મહા યાદશક્તિનો કીડો સમાયેલો છે? પૃથ્વીનાં જુદાં જુદાં ભાગોમાં જુદી જુદી જ્ઞાતિ, ધર્મ, વેશભૂષા, બધાની રીતભાતો, અલગ અલગ ભાષા વગેરે એક દી' માં યાદ રાખ્યું. આટલા બધાં ચોપડા કંઈ રીતે મગજમાં ઠલવી લીધા. તું ખરેખર મહાન આત્મા છો..! ધન્ય છે તને અને તારી યાદશક્તિને, માન ગયે ગુરુ!"આમ નિલક્રિષ્નાને ગુરુનું બિરુદ આપી મસ્તી કરતો અવનીલ આગળ