મધુકર મોહન પોતાની જાતને રોકી રાખે છે. પોતાની દીકરીને જોવા ની ખુશી આગળ આ બધો અસંતોષ સાવ નગણ્ય હતો. સરિતા સુઈ રહી હતી જ્યારે મધુકર સાવ નજીક પહોંચી ગયો ત્યારે તેને ધ્યાનમાં આવ્યું.મધુકર ખુબ પ્રેમથી સરિતા ના માથે હાથ મૂકીને અભિનંદન આપે છે. પછી પોતાની સાસુના પગે અડીને આશિર્વાદ લે છે. હવે નજીક જ ઘોડિયામાં સુતેલી પોતાની દીકરીને જોવા નો સમય હતો.મધુકર મોહન ની સાસુ ગોદડીમાં લપેટાયેલી એક સાવ નાની ઢીંગલી મધુકર ના હાથમાં મૂકી દે છે. મધુકર પહેલા તો ઠીક થી તેડી પણ નથી શકતો પછી પોતાના બન્ને હાથમાં બાળકને લઈને સારી રીતે જોવે છે.ગુલાબી ગુલાબી નાના નાના હાથ