ભૂલ છે કે નહીં ? - ભાગ 93

પપ્પાનો ફોન આવ્યો ત્યારે મને શાંતિ થઈ. કે હાશ, હવે દિકરો ત્યાં મારા ઘરે રહેશે. મનમાં વિચાર પણ આવ્યો કે એ અહીં એટલો કંટાળી ગયો હશે કે ત્યાં રહી પડ્યો. સાચું પણ હતું. હું એને એટલો સમય ન આપી શકી અને વળી મમ્મી પણ ભાણા સાથે વ્યસ્ત હતા. તમને તમારી નોકરીમાંથી ફુરસત ન મળી ને એટલે જ કદાચ એ અહીંથી જતો રહ્યો. મેં મારા મનને એવી રીતે મનાવ્યું કે આ રીતે એ મારા વગર રહેતા તો શીખશે. બીજા દિવસે સવારે ઉઠીને એણે પપ્પાને કહ્યું કે મમ્મીને ફોન કરો મારે વાત કરવી છે. અને પપ્પાએ ફોન લગાડી આપ્યો. એણે મારી સાથે