MH 370 - 30

30. આ બધું શું બનતું હતું?અમે નીચે સૂઈ ગયાં અને અમારી ઉપરથી સનન.. કરતું આવતું તીર  બાજુનાં જ ઝાડમાં ભરાઈ ગયું. હવે ઊભા થવામાં જોખમ હતું, સાથે અહીં રહેવામાં પણ. અમે એ જંગલીઓની નજરમાં હોઈ શકીએ અને કોને ખબર, તેઓ અમને દુશ્મન સમજી મારી નાખવા માગતા હોય.મેં ક્યારેક લશ્કરી તાલીમ લીધેલી એટલે કોણીના સહારે રીખતા જવાનું મને ફાવતું હતું. એ મેં ચૂપચાપ નર્સને બતાવ્યું.  એને થોડી મહેનત પછી ફાવી ગયું. અમે ચુપચાપ   સુકાં  ઘાસના કાંટાઓ કે દરિયા કાંઠાના કાંકરા વાળી જમીન પર રીખતાં રીખતાં  ગયાં.અમને સામી તરફ જે નારિયેળી જેવાં વૃક્ષોની હાર હતી એ દેખાઈ. એની પહેલાં કેળ જેવાં વૃક્ષોનું