જલ પરીની પ્રેમ કહાની - 34

  • 88

શશી ની વાત સાંભળી ને મીનાક્ષી ના મોઢાના હાવ ભાવ બદલાઈ ગયા , એણે આકરા શબ્દોમાં શશી ને પોતાની જીભ પર કાબૂ રાખવા કહ્યું પણ એ એમ કરતાં શશી સાથે આંખ મિલાવી ને વાત નથી કરી રહી પણ આંખ ચોરી રહી છે.       ક્ષમા કરો રાજકુમારી પણ જો હું ખોટી હોવ તો તમે મારી આંખમાં આંખ નાખી ને બોલો કે આ વાત ખોટી છે. શશી એ મીનાક્ષી સામે જોઇને કહ્યું. શશી ની આંખો માં દૃઢતા છે. કંઈ વાત અને શું કહું શશી? મીનાક્ષી એ વાત થી ભાગવાનો એક વ્યર્થ પ્રયાસ કર્યો.       એજ કે, રાજકુમારી તમે એ આગંતુક