કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1

  • 262
  • 84

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર ખંડ – ૧ પ્રકરણ ૧: અસ્તિત્વ       સુરત... મારું સુરત.     આ નામ માત્ર નકશા પર દોરાયેલું એક શહેરનું નથી, પણ એક એવી જીવંત અને ધબકતી સંવેદના છે જે મારા રક્તકણોમાં ભળી ગયેલી છે. સૂર્યપુત્રી તાપીના ખોળે રમનારું અને મારા જેવા લાખો લોકોના સપનાઓને પોતાની વિશાળ અને ઉદાર છાતીમાં ધરબીને ધબકતું, ભારતવર્ષના પશ્ચિમ કિનારાનું આ એક અનોખું રત્ન છે. પુસ્તકોમાં ભલે આ શહેર ‘હીરાનગરી’, ‘કાપડ ઉદ્યોગનું કેન્દ્ર’ કે ‘બ્રિજ સીટી’ તરીકે ઓળખાતું હોય, પણ હું જાણું છું ત્યાં સુધી સુરતની ખરી ઓળખ આંકડાઓની માયાજાળમાં નથી. એક ભૂગોળના શિક્