મુંબઈ પોર્ટની રાત કંઈક અધૂરી ચીસની જેમ ભારે લાગી રહી હતી. સમુદ્રના મોજાં જાણે ગુસ્સે ચડીને કિનારાને અથડાતા, અને વચ્ચે ઉઠતો ઠંડો પવન આવનારી તોફાનની ચેતવણી આપતો. આરવ દેસાઈને લાગતું હતું કે આ રાત સામાન્ય નહીં રહેવાની. રિચાર્ડ લાવેલા કન્ટેનરમાં મળેલા હાર્ડડ્રાઇવ્સમાં રહેલા પુરાવાઓ હવે માત્ર સ્મગલિંગ નો મામલો નહોતો રહ્યો—એ પુરાવાઓમાં એવા રાજકીય નેતાઓના અંકાઉન્ટ્સ, આઇઆરએસના ટોચના અધિકારીઓના ગેરવહીવટી ટ્રાન્સફર્સ અને કેટલાક આઇપીએસ અધિકારીઓની સાંઠગાંઠના પુરાવા હતા કે જો બહાર આવે, તો સિસ્ટમની હાડમારી જ હચમચી જાવાની હતી. આરવ સાહેબને ખબર હતી કે આ ફાઇટ માત્ર કાયદાની નહીં, પણ સમગ્ર અવ્યવસ્થિત નેટવર્કની સામે હતી.રાતના બાર વાગ્યા. પોર્ટની ક્રેન્સ ગજગજાવા