સત્ય ના સેતુ મુંબઈ પોર્ટ પર ઉઠતી હોર્ન ના અવાજ સાથે સાંજ ધીમે ધીમે ઓગળી રહી હતી, પરંતુ આરવ દેસાઈના મનમાં તો જાણે સવારનો તાજો તણાવ હતો. ડ્રગ્સ ભરેલા કન્ટેનર પકડાયા હતા પરંતુ એ લડાઈની માત્ર શરૂઆત હતી. એ જાણતો હતો કે આટલી મોટી ક્વોન્ટિટી કોઈ સામાન્ય સ્મગલરનો ધંધો નથી. આ પાછળ કોઈ બહુ મોટું નેટવર્ક હશે જેનું વજન માત્ર કાગળો અને કાર્ગોમાં નહીં, પરંતુ મંત્રાલય, અધિકારીઓ અને રાજકીય સત્તાઓના ઓફિસોમાં છુપાયેલું હોય છે. કંઇક એવા લોકો, જેઓના દરવાજા પર સુરક્ષા હોય છે, પરંતુ અંતરાત્મા પર કોઈ સુરક્ષા નથી.ડ્રગ્સના કેસની ફાઇલ લઈને આરવ પોર્ટ કંટ્રોલ બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યો ત્યારે, એને એમ