કલા એ પોતાની અંદર અનેક અર્થો છુપાવીને બેઠેલી હોય છે કલાકારે તેની રચના કરી હોય ત્યારે તેણે પોતાના મનોજગતને સાકાર રૂપ આપવા માટે તેનો ઉપયોગ કર્યો હોય છે તે કારણે જ્યારે તેને લોકો જોતા હોય છે ત્યારે તેમને પોતાની રસ રૂચિ અનુસાર તેમાં અર્થ સાંપડતા હોય છે અને તેમાં વૈવિધ્ય હોય છે આ કલાકૃત્તિઓનો પોતાનો એક સમૃદ્ધ ઇતિહાસ હોય છે તેની સાથે અનેક અદૃભૂત બાબતો સંકળાયેલી હોય છે જે દર્શકોને અને ભાવકોને આશ્ચર્યચકિત કરતી હોય છે. ધ આર્નોલફિની પોટ્રેઇટની રચના ૧૪૩૪માં ડચ આર્ટિસ્ટ જેન વેન ઇકે કરી હતી જે કલાજગતમાં બહુ મહત્વપુર્ણ સ્થાન ધરાવે છે જો કે તેની સાથે અનેક