છેલ્લા 11 વર્ષથી હું દિવ્યાગ લોકો સાથે કાર્ય કરી રહ્યો છું. હું જે પણ કઈ લાગણી ધરાવું છે એ રીતે અપેક્ષા ફાઉન્ડેશન થકી મારી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરતો આવ્યો છું. આ પ્રવૃતિને લઈ ન્યૂઝ પેપરમાં અમારા કાર્ય વિશે એક લેખ છપાયો છે. જે હું આપની સમક્ષ વહેંચી રહ્યો છું. આપ પણ અમારા ફાઉન્ડેશનને સપોર્ટ કરીને દિવ્યાગ લોકોના જીવનમાં અજવાશ ફેલાવશો એવી આશા...ઓફિસ વગર દરેક દિવ્યાંગોના દિલમાં સરનામું ધરાવતી હરતી ફરતી સંસ્થા એટલે અપેક્ષા ફાઉન્ડેશનઘરમાં લાઈટ જતી રહે અને ચોમેર અંધારુ પથરાયેલું હોય ત્યારે એવું બને કે આપણા જ ઘરમાં જ્યાં આપણે વર્ષોથી રહેતા હોયસ છતાં પણ વસ્તુઓ ન મળે.