શું જીવનમાં સ્પર્ધાત્મક બનવું જરૂરી છે?

સ્પર્ધા કઈ રીતે કરવામાં આવે છે તેના આધારે નક્કી થઈ શકે કે સ્પર્ધા સારી છે કે નુકસાનકારક. જો સ્પર્ધા તંદુરસ્ત હોય એટલે કે, હેલ્ધી કોમ્પિટિશન હોય તો તે પ્રગતિનું કારણ બની શકે છે. સામાની લાંબી લીટીને ભૂંસ્યા વગર પોતાની લીટી લાંબી કરવી, તેને હેલ્ધી કોમ્પિટિશન કહેવાય છે. રમતગમતમાં ખેલદિલીથી રમતા ખેલાડીઓમાં આવી સ્પર્ધા જોવા મળે છે, જ્યાં હાર-જીત હોય છે, પણ બંને પક્ષ સ્વીકારી લે છે, હાથ મિલાવે છે, અને બીજી રમતમાં સારું પરફોર્મ થાય એના માટે પ્રેક્ટિસમાં લાગી જાય છે. ઉદ્યોગ જગતમાં કેટલીક કંપનીઓમાં પણ હેલ્ધી કોમ્પિટિશન જોવા મળે છે. જેમ કે બે કંપની એક જ લાઈન ઓફ પ્રોડક્ટ માટે