હિન્દુકુશ પર્વતોની ઊંચી ખીણોમાં એક પ્રાચીન નગર હતું – ગાંધાર. એ જ ગાંધાર જેના રાજા સુબલનો દીકરો શકુની મહાભારતમાં અમર થયો. લોકો કહે છે કે શકુનીના પાસાનો શાપ આજે પણ ત્યાંની હવામાં ફરે છે..આજથી ઘણાં વર્ષો પહેલાં ગાંધારના એક નાનકડા કિલ્લામાં રહેતો હતો યુવાન ઝુલ્ફિકાર. દેખવામાં ગોરો-ચીટ્ટો, આંખોમાં પઠાણી ચમક, પણ દિલમાં કાળજું. તેના વડીલોએ તેને એક જૂની ચમડાની થેલી આપી હતી. એમાં હતા ચાર નાના હાડકાના પાસા – એ જ પાસા જેની વાતો ગાંધારના બજારમાં ચૂપકીથી કહેવાતી કે “આ શકુનીના પૂર્વજના હાડકામાંથી બનેલા છે. જેની સામે રમશે, તેનું બધું છીનવી લેશે.”ઝુલ્ફિકારે પહેલો દાવ નાનો રમ્યો ગામના ચરવાહાઓ સાથે. પછી