વ્યસનની માનવશરીર અને મસ્તીષ્ક પર બહુ ઊંડી અસર પડે છે.જે મગજની રચના અને કાર્યપ્રણાલી પર ઊંડી અસર કરે છે.તે મગજ ના જ્ઞાનતંતુ ઓ ને ઉત્તેજિત કરી શરીર પર વિપરીત અસર કરે છે.વ્યસન કરતું વ્યક્તિ સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ખોઈ બેસે છે. સૌથી પહેલા તો અન્ય કોઈ ને નુકસાન થવાની પહેલા ઍ પોતાના મહામુલા શરીરને જ હાની પહોંચાડે છે.આપણું શરીર અમૂલ્ય હોવા છતાં પણ વ્યસની મનુષ્ય વ્યસન ના સંકજા માં એટલો ફસાઈ જાય છે અથવા એમ કહી શકાય કે ઍ એટલો લાચાર બની જાય છે કે તે સારા નરસા નો ભેદ સમજવા તૈયાર નથી હોતુ, અને એક લત પાછળ જિંદગી ને બરબાદ.