ઊંચા વિશાળ પહાડો અને એના પર થી વહેતા ઝરણા. ધરતી પર આવતા જ એ ઝરણા નદી બની જતા, ચારે બાજુ લીલીછમ ધરતી અને એની વચ્ચે વસેલું મોનાપર ગામ.સવાર ની વહેલી બસ માં ગામના બસ સ્ટેશન પર ચાર જુવાનિયા ઉતર્યા (રાહુલ, નીરવ,રણવીર અને કેવિન)સાથે ત્રણ યુવતીઓ પણ હતી(નિશા,કાવ્યા અને નેહા) શહેર થી ગામડે કોઈક પ્રોજેક્ટ કરવા આવેલા .બસ માંથી નીચે ઉતરતા જ કાવ્યા બોલી ઊઠી અરે વાહ નીરવ તું તો અમને ખરી જગ્યાએ લય આવ્યો છે ,શું મસ્ત સુગંધ છે ગામડાની માટી માં ,કાવ્યા નો સાથ આપતા નિશા પણ બોલી હા યાર જોને કેટલા સુંદર પહાડો છે ઝરણા છે નદી છે