આજે જ્યારે ટેકનોલોજીનો યુગ ચરમ સીમાએ છે ત્યારે ગુનાઓનાં ઉકેલ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાતો હોય છે.ફોરેન્સિક વિભાગ અને સાયબર સેલની મદદથી ઘણાં ગુનાઓને આસાનીથી ઉકેલી શકાતા હોય છે અને ગુનેગારને અદાલતમાં રજુ કરવામાં સફળતા પ્રાપ્ત થાય છે તેવામાં આ એજન્સીઓ કેવા પ્રકારની રીત રસમોનો ઉપયોગ કરતી હશે તેના વિશે લોકોને ઓછો ખ્યાલ હોય છે પણ ગુનો ઉકેલવાની કામગિરી કરતા લોકો બહુ બારીક વસ્તુઓનો ખ્યાલ રાખતા હોય છે અને તેના આધારે ગુનેગારનું પગેરુ દાબતા હોય છે.તેમને ક્યારેક ક્રાઇમ સીન પરથી જ કેટલીક વસ્તુઓ મળી આવતી હોય છે જેના આધારે તેઓ સંશોધન આગળ વધારે છે અને તેમાં ક્યારેક ફોટોગ્રાફ જેવી વસ્તુઓ તેમને