મિત્રો તમે એ કહેવત તો સાંભળી જ હશે કે "પાકે ઘડે કાંઠા ન ચડે "નાના બાળકો નિર્દોષ અને કોરી પાર્ટી જેવા સ્વચ્છ મનના હોય છે. બાળકોમાં તર્ક શક્તિનો અભાવ હોવાથી તેઓ માત્ર આજ્ઞાનું પાલન કરે છે. તેમને જે કહેવામાં આવે તેને જીવનમાં વણવા પ્રયાસ કરે છે. માટે બાળકોમાં સંસ્કારોનું સિંચન બાળપણથી આપવામાં આવે છે. બાળપણમાં આપેલી ટેવો, સંસ્કારો , શિખામણો આગળ જતા તેમને ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. પહેલાના જમાનામાં બાળપણથી જ સંસ્કાર સિંચન પર વધારે ભાર આપવામાં આવતો હતો. જેના લીધે લોકોમાં વિનય, વિવેક, સભ્યતા સંસ્કાર જોવા મળતા.