કથા અગ્નિ અને ભસ્મની...

અસ્વીકારણ:આ રચના સંપૂર્ણ પણે કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટનાઓ સાથે કોઈ સંબંધ નથી. આ ઉપરાંત પાત્રોને એક રૂપક તરીકે લેવા વિનંતી. કથામાં કોઈની પણ લાગણી ધાર્મિક કે નૈતિક રીતે દુભાવવાની મંશા નથી તથા વર્ણિત ઘટનાઓ સાતત્યપૂર્ણ હોવાનો દાવો રચનાકાર નથી કરતી તેની ખાસ નોંધ લેવી. _________________કથા અગ્નિ અને ભસ્મની સૃષ્ટિના આરંભે, સતયુગના પ્રારંભિક કાળની વાત છે. જ્યારે બ્રહ્માંડ હજી બાલ્યાવસ્થામાં પોતાની વ્યવસ્થા રચી રહ્યું હતું, સૌરમંડળની રચના થઈ ચૂકી હતી અને પૃથ્વી પર જીવન પાંગર્યું હતું. આ સમયે દરેક તત્વોને દેવત્વ પ્રાપ્ત થયું હતું.  પંચમહાભૂતોમાં સૌથી તેજસ્વી, સૌથી આકર્ષક અને તેથીજ કદાચ સૌથી ગર્વિષ્ઠ દેવ હતા - 'અગ્નિ'. તેમનું