દીપ્તિ લાલ પાનેતર , નાકમાં નથણી, હાથમાં બંગડી, અને બીજા 16 શણગાર કરી અને તૈયાર હતી. આ તરફ મર્મ વરરાજા જાન લઈ અને આવ્યા હતા. શરણાઈ ના સુર વચ્ચે આખી માનવ મેદની થનકારા કરી રહી હતી. સૌ કોઈને આનંદ હતો. હોય જ ને કારણ કે દીપ્તિ અને મર્મ બંને પોતાના માત પિતાના એકના એક જ સંતાન હતા. દીપ્તિ માધ્યમિક શાળામાં શિક્ષિકા છે. મર્મ એ જ સ્કૂલમાં આચાર્ય છે. બંને છેલ્લા ત્રણ વર્ષથી સાથે નોકરી કરતા હતા અને જોતા માં જ બંને વચ્ચે એકરૂપતા સર્જાઈ ગઈ. દીપ્તિ મહેતા અને મર્મ વ્યાસ આજે એક થવા જઈ રહ્યા હતા. સગા સંબંધીઓની સાક્ષી એ અગ્નિ નારાયણ ની