પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 4

પ્રકરણ -૪ સાત ફેરાથી સાત પગલાં:વ્યવસાયિક ભાગીદારી તરફ   યશની કેબિનમાં સવારના શાંત વાતાવરણમાં પણ તણાવ ભારોભાર ભરેલો હતો. ગઈકાલે મળેલી જાણકારી પછી યશની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેની ઓફિસની કેબિનમાં એસીનું કૂલિંગ હોવા છતાં તેને પરસેવો વળી રહ્યો હતો. બહાર સાઈટ પરની કામગીરી અને કારીગરોનાં  ગુંજતા અવાજો વચ્ચે પણ તેના મગજમાં એક જ સવાલ ગુંજતો હતો: "આ એકાએક શું થઈ ગયું?" કરોડોનો પ્રોજેક્ટ, હજારો શ્રમિકોનું ભાવિ, અને તેની કરિયરની સૌથી મોટી સિદ્ધિ... એક ઝટકે થંભી ગઈ! તેની કંપની અમર ઇન્ફ્રાકોનનો કરોડોના ખર્ચે આકાર પામનાર  ડ્રીમ પ્રોજેક્ટ, જેના પર યશ કદાચ મનોમન 'હેડ ઓફ સ્પેશિયલ પ્રોજેક્ટ' તરીકે પોતાનું ભાવિ