તેરે ઈશ્ક મેં- રાકેશ ઠક્કર 'તેરે ઈશ્ક મેં’ ની વાર્તા ભલે તીવ્ર રોમાન્સની હોય પણ તે હિન્દી નિર્દેશક આનંદ એલ. રાયની ટ્રેડમાર્ક સ્ટાઇલમાં છે. આનંદ એલ રાય તીવ્ર પ્રેમકથાઓ કહેવામાં કાબેલ રહ્યા છે. પહેલા ભાગમાં નિર્દેશક જકડી રાખે છે. બીજો ભાગ થોડો નિરાશ કરે છે. વાર્તા તૂટી પડવા લાગે છે અને જ્યારે તે પરાકાષ્ઠા પર પહોંચે છે ત્યારે થોડી ફિલ્મી બની જાય છે. આનંદ ધનુષની ક્ષમતાને ‘રાંઝણા’ થી સારી રીતે જાણે છે. તેમણે ધનુષ પાસેથી એવું પર્ફોમન્સ કઢાવ્યું છે જે ભારતીય સિનેમામાં ભાગ્યે જ જોવા મળે છે. ધનુષનો અભિનય ગમતો હોય તો તેના અદ્ભુત અને જટિલ પર્ફોમન્સ માટે આ ફિલ્મ જોવી જોઈએ. ધનુષ એક