જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૦ ‘સરળ જીવન માટે પ્રાર્થના ન કરો, મુશ્કેલ જીવન સહન કરવાની શક્તિ માટે પ્રાર્થના કરો.’ આજના ઝડપી યુગમાં આપણને લાગે છે કે જો આપણું જીવન ટેક્નોલોજીની મદદથી એકદમ સરળ બની જશે તો આપણે આપોઆપ ખુશ થઈ જઈશું. સવારની ચા બનાવવાથી લઈને રાત્રે ફિલ્મ જોવા સુધીનું બધું જ એક બટન દબાવવાથી થાય છે. પણ શું આપણે ખરેખર શાંતિમાં છીએ? નથી. કારણ કે બહારની સરળતાએ આપણને અંદરથી નબળા બનાવી દીધા છે. આજના જીવનનું હળવું જ્ઞાન એ છે કે આપણે સુખને 'કમ્ફર્ટ ઝોન' (આરામનું ક્ષેત્ર) માં શોધીએ છીએ. જો થોડુંક પણ દર્દ કે અગવડતા આવે તો આપણે તરત જ રડી