હું તારી યાદમાં 2 - (ભાગ-૨૯)

શિખાનો ફોન કટ થતા હું બાલ્કનીમાંથી હોલમાં ગયો અને કોઈ પણ જાતના રીએકશન આપ્યા વગર સોફા પર બેસીને ટીવી જોવા લાગ્યો. અવી અને વિકીએ મને પૂછ્યું હતું જેનો જવાબ મે શિખાનો ફોન હતો એવું કહ્યું. મારા દિલમાં પ્રેમનો ઉભરો આવી રહ્યો હતો જેને કંટ્રોલ કરવો ખૂબ અઘરો હતો કારણકે ફાઇનલી હવે મને ખબર પડી ગઈ હતી કે વંશિકાના મનમાં પણ મારા માટે લાગણીઓ ફૂટવા લાગી હતી. અવી અને વિકી મેચ જોવાના શોખીન હતા એટલે ટીવીમાં મેચ ચાલતી હતી. બપોરના ૧૨:૦૦ વાગ્યા જેવો સમય થઈ ગયો હતો અને અમારું જમવાનું પણ હજી સુધી બાકી હતું. "હું નીચેથી ટિફિન લઈને આવું છું" આવું