હું તારી યાદમાં 2 - (ભાગ-૨૮)

મે કાર વંશિકાએ જ્યાં તેનું એક્ટિવા પાર્ક કરેલું હતું ત્યાં જઈને ઊભી રાખી. વંશિકા કારમાંથી નીચે ઉતરી. વંશિકાને ગુડ બાય કહેવામાટે હું પણ કારમાંથી બહાર નીકળ્યો. હું :- મેડમ હવે ઘરે સુધી ડ્રોપ કરી જાઉં કે પછી એકલા જતા રહેશો ?વંશિકા :- હું એકલી જતી રહીશ. બહુ ચિંતા ના કરશો મારી.હું :- તમને સાથે લઈને આવ્યો હતો એટલે મારી જવાબદારી છો તમે. તમારી ચિંતા કરવી ફરજ છે મારી.વંશિકા :- સારું ચાલો હવે પછી વાતો કરીશું. બહુ મોડું થઈ ગયું છે અને ઘરે મમ્મી-પપ્પા રાહ જોતા હશે મારી. મારે હવે નિકળવું જોઈએ. તમે પણ આરામથી ડ્રાઇવ કરજો. બહુ ઉતાવળ ના કરતા ઘરે