મારો અને વંશિકાનો વાતોવાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો એની અમને ખબર જ ના રહી. અમે બંને વાતો કરતા કરતા શિખાના ઘરે પહોંચી ગયા હતા. શિખાનું ઘર એક રો હાઉસમાં હતું. શિખાના પપ્પા એક સીએ હતા અને એની મમ્મી હાઉસવાઇફ હતા. શિખા પહેલાથી અમદાવાદમાં જ રહેતી હતી. માતા પિતાની લાડલી એકજ સંતાન હતી અને તેનો જન્મ પણ અહીંયા જ થયેલો હતો. શિખાનું ઘર બહુ મોટું હતું. શિખાના ઘરમાં એન્ટર કરતા પહેલા એક નાનું એવું પાર્કિંગ હતું અને બાજુમાંથી એક રસ્તો હતો જે પાછળ ગાર્ડનમાં જતો હતો. ગાર્ડનમાં ઘણા બધા ફૂલ અને છોડ વાવેલા હતા અને ત્યાં ઓછામાં ઓછા ૨૫ થી