મારું કામ પતાવીને હું નવરો પડ્યો. મારી પાસે પૂરતો સમય નહોતો આજે થોડો પણ વધારે ટાઇમપાસ કરવાનો કારણકે મારે સૌથી પહેલા જેમ બને તેમ વહેલા ઘરે પહોંચવાનું હતું. હું ફટાફટ ઓફિસમાંથી મારું બેગ લઈને બહાર નીકળ્યો અને મારું બાઇક સ્ટાર્ટ કર્યું. ટ્રાફીકમાં જેમ તેમ ફટાફટ બાઇક ચલાવતા હું મારા ઘર પાસે પહોંચ્યો. ઘરે પહોચતા મને લગભગ ૬:૦૦ વાગી ગયા હતા. લિફ્ટની રાહ જોવાની જગ્યાએ હું તરત સિડી પર ફટાફટ ચડવા લાગ્યો અને માર ફ્લોર પર પહોંચીને મારા ઘરનું લોક ખોલ્યું. ઘરમાં દાખલ થઈને તરત મારું બેગ સોફા પર મૂક્યું અને સીધો બાથરૂમમાં નહાવા માટે ગયો. ફટાફટ નાહીને બહાર આવ્યો અને