હું તારી યાદમાં 2 - (ભાગ-૨૫)

  • 378
  • 104

સવારે એલાર્મ વાગતા હું ઊઠી ગયો. આજે એલાર્મ મે અડધી કલાક વહેલો સેટ કરી દીધો હતો કારણકે સવારે પહેલાતો મારે ગાડી શો રૂમમાં મૂકવા માટે જવાનું હતું અને ત્યાંથી બસમાં ધક્કા ખાતા ખાતા ઓફિસ જવાનું હતું. સવારમાં નાસ્તો કરીને આજે વંશિકા સાથે મેં શિખાને પણ એક મેસેજ કર્યો જેમાં મેં લખ્યું હતું કે આજે મારે ઓફિસ આવવામાં થોડું મોડું થશે. જયંતસરને પણ જણાવવું જરૂરી હતું પણ તે હું ફોન કરીને જણાવવું વધુ જરૂરી સમજતો હતો. મેં કારની ચાવી હાથમાં લીધી અને મારી બેગ લઈને પાર્કિગમાં પહોંચ્યો. સૌથી પહેલા મે કારના ગ્લાસ સાફ કર્યા અને પછી કારનો સેલ માર્યો પણ ઘણા