મારો મોકલેલો મેસેજ વંશિકાએ તરત જોઈ લીધો.વંશિકા :- બસ હો કાઈ પણ બોલો છો. તમે ફ્લર્ટિંગ શીખી રહ્યા છો હવે મિ. ઓથોર. હું :- અચ્છા તમે આને ફ્લર્ટિંગ કહો છો એમ.વંશિકા :- હા, બાય ધ વે તમે રસ્તો ભૂલી રહ્યા છો અને હવે બીજા ટોપિક પર જઈ રહ્યા છો. આપડે કોઈક અલગ ટોપિક પર વાત કરતા હતા.હું :- અચ્છા ક્યાં ટોપિક પર વાત કરતા હતા ?વંશિકા :- આપડે શિખાની બર્થડે પાર્ટી વિશે વાત કરી રહ્યા હતા.હું :- અચ્છા હા તો બોલો આગળ શું ?વંશિકા :- શું આગળ મને એમ કહો કે તમે મને પિક કઈ રીતે કરશો ?હું :- કેવી રીતે