"શું કામ છે એટલું અગત્યનું ?" હું અને વંશિકા એક સાથે બોલી ઊઠ્યા.શિખા :- રુદ્ર સર ભૂલી ગયા હશે એટલે હું જણાવી દઉં. સર આ શનિવારે ૯ એપ્રિલ છે. તમને યાદ છે તે દિવસે શું છે ?હું :- શિખા ખરેખર યાદ નથી મને. પ્લીઝ યાદ કરાવીશ કે શું છે ?શિખા :- મને ખબર હતી કે તમે ભૂલી ગયા હશો. સર મારો જન્મદિવસ છે.હું :- ઑહ શીટ યાર, સોરી શિખા હું ભૂલી ગયો હતો.શિખા :- ઈટ્સ ઓકે કોઈ વાંધો નહીં. તો હવે વાત એમ છે કે શનિવારે સાંજે મારા ઘરે પાર્ટી રાખેલી છે. એટલે તમે બંને લોકો ઇન્વાઇટેડ છો. રુદ્ર સર