જમતા જમતા વંશિકા જોડે થોડી એવી વાત થઈ હતી. હવે મારે મારું બીજું કામ પૂરું કરવાનું હતું. હું મારી ઓફિસમાંથી બહાર નીકળ્યો બોલ્યો. "હેલો ફ્રેન્ડ, થોડીવારમાં બધા લોકો ફ્રી થઈને કોન્ફરન્સ રૂમમાં આવો." આટલું બોલીને હું પાછો મારી ઓફિસમાં જતો રહ્યો અને મારા કમ્પ્યુટરમાંથી એક પેનડ્રાઈવમાં થોડી પ્રેસેન્ટેશનની એક ફાઇલ કોપી કરીને મારી પાસે લઈ લીધી. થોડીવાર પછી હું કોન્ફરન્સ રૂમમાં ગયો જ્યાં બધા કલીગ મારી રાહ જોઈ રહ્યા હતા. મે મારું લેપટૉપ ઓન કરીને તેમાં પેનડ્રાઈવ લગાવી અને પ્રોજેક્ટર સાથે કનેક્ટ કર્યું. એટલામાં શ્રેયએ પોતાનો પ્રશ્ન મૂક્યો.શ્રેય :- સર આ મિટિંગ શેના રિલેટેડ છે ?હું :- સોરી એવ્રીવન, તમને