હું તારી યાદમાં 2 - (ભાગ-૧૯)

હું ચાલતો-ચાલતો કાર પાસે પહોંચ્યો. આજે સવારે ચા-નાસ્તો નહોતો કર્યો એટલે મને સખત ભૂખ પણ લાગી હતી. હું ફટાફટ જઈને કારમાં બેઠો અને રાકેશભાઈને પૂછ્યું કે તમે જમી લીધું ?જવાબમાં રાકેશભાઈએ મને ના કહ્યું. મે રાકેશભાઈને કીધું મને સખત ભૂખ લાગી છે સૌથી પહેલા આપડે કંઈક જમી લઈએ.રાકેશભાઈ :- મને તો આદત છે સર ઉપવાસની અને તમે જમીને નથી આવ્યા ?હું :- ના, મને મોડું થઈ ગયું હતું મિટિંગમાં અને આમ પણ હોટલના ખાવામાં મને કોઈ રસ નહોતો મને કંઈક સ્ટ્રીટફૂડ ખાવાની ઈચ્છા થઈ છે અને મને એકલા જમવાની આદત નથી એટલે તમારે પણ મારી સાથે આવવું પડશે જમવા માટે.રાકેશભાઈ