ગોરબાપાનો ગળ્યો દાવ: દૂધપાકનો બદલો મોહનથાળથી - 2

ગામના પાદરે આવેલા મોટા વડલાના ઓટલે રાતના અંધારામાં પાંચ-છ બીડીઓના ટપકાં ચમકતા હતા. મંગલ, લાખો, ભીખો, ધીરજ અને જયસુખની ટોળકી જામી હતી. વાતાવરણ ગંભીર હતું. પેલી 'પરોઠા-કાંડ'ની રાત પછી આખી ટોળકીનું લોહી ઉકળતું હતું. જેમ બિલાડીના મોંમાંથી કોળિયો છીનવાઈ જાય અને બિલાડી જેવી ખીજાય, એવી જ હાલત લાખા અને ધીરજની હતી.મંગલ ઓટલા પર પલાંઠી વાળીને બેઠો હતો. હાથમાં રહેલી સળીથી જમીન ખોતરતા ખોતરતા તેણે મૌન તોડ્યું, "જુઓ ભાઈઓ, આમ હવે નહીં ચાલે. ગોરબાપા છે તો આપણા પૂજનીય, પણ એમની જીભને હવે થોડો વિરામ આપવો પડશે. પરોઠા તો ગયા, પણ આપણી આબરૂ પણ ગઈ."લાખાએ હોઠમાં દબાવેલી બીડીનો ધુમાડો કાઢતા કહ્યું, "સાચી