રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 9

"ફરી કહું છું જિંદગી પાછી વળી જા.હું માણસ નથી સીધી લીટીનો એટલું કળી જા.નમકનો સોદો રહેવા દે, ન આમ રળી જા.લઈ જખ્મો ફરું છું તાજાં, ન લોહીમાં ભળી જા."- મૃગતૃષ્ણા ____________________૯. ડ્રેગનનું અભયારણ્યપેરિસની એ નિર્જન, સાંકડી ગલીમાં ચંદ્રનો આછો પ્રકાશ પથરાયેલો હતો. કેટાકોમ્બ્ઝની ભયાનક ગૂંગળામણ પછી ખુલ્લી, તાજી હવા ફેફસામાં ભરતાં સૅમ અને વ્યોમ રૉયને અપાર શાંતિનો અનુભવ થયો. પણ આ શાંતિ ક્ષણિક હતી, એ તેઓ જાણતા હતા."આપણે અહીં વધુ સમય ઊભા રહી શકીએ નહીં," વ્યોમ રૉયે હાંફતાં કહ્યું. એમના માથા પર વાગેલા ફટકાની અસર હવે વર્તાઈ રહી હતી. એમને ચક્કર જેવું લાગી રહ્યું હતું. "પેલા માણસના સાથીઓ ગમે ત્યારે અહીં