રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 7

"વીતાવી જિંદગી જે આસ પર એ રસ્તા વળી ગયા.જો લાગ્યો જરા લાગણીશીલ અમને ધુતારા ગળી ગયાં.કોની વાર્તા કહું, મારી કે તારી ઓ જિંદગી!લાગણીની થપાટે સંબંધ બળી બળી ગયા."- મૃગતૃષ્ણા__________________૭. કેટાકોમ્બ્ઝઅજંપે વિતેલ લાંબી રાત હળવેથી ધીમાં પગલે ચાલી નીકળી અને બીજા દિવસની સવાર એક નવી અનિશ્ચિતતા લઈને આવી.કેટાકોમ્બ્ઝનું નામ જ સૅમના મનમાં એક અજીબ ભય અને કુતૂહલ જગાવી રહ્યું હતું. પેરિસની ધરતી નીચે, લાખો આત્માઓની વચ્ચે, એમના પિતાના રહસ્યનો બીજો પડાવ હતો.વ્યોમ રૉયે કેટાકોમ્બ્ઝના પ્રવાસી માર્ગો અને (જેટલી માહિતી ઉપલબ્ધ હતી તેટલા) બિનસત્તાવાર નકશાઓનો અભ્યાસ કર્યો હતો. "આપણે પ્રવાસીઓ સાથે જ અંદર જઈશું, જેથી કોઈને શંકા ન જાય. પણ એકવાર અંદર